રાજસ્થાનથી મંગાવેલો દારૂ મોરબીમાં ઉતરે તે પૂર્વે જ ઝડપી લેતી એલસીબી

- text


વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં ડીલેવરી સમયે જ એલસીબીએ ખેલ પાડી દઈ ચાર ને દબોચી લીધા : એકનું નામ ખુલ્યું

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર બે બુટલેગરોએ રાજસ્થાનથી મંગાવેલ વિદેશીદારૂના જથ્થાની ડીલેવરી સમયે જ એલસીબી ટીમે ખેલ પાડી ચાર શખ્સોને 1.44 લાખના દારૂ અને ઇનોવા કાર સહીત 6.64 લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા. વિદેશી દારૂ પ્રકરણમાં એક આરોપીનું નામ ખુલતા ફરાર દર્શાવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સુમતિનાથ સોસાયટીમાં દારૂનો જથ્થો ઉતરનાર હોવાની ચોક્કસ બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી દરોડો પાડતા GJ-06-EH-5969 નંબરની ઇનોવા કારમાંથી મેક્ડોવેલ્સ નંબર વન બ્રાન્ડની 384 બોટલ કિંમત રૂપિયા 1,44,000 સાથે રાજસ્થાન બાડમેર જિલ્લાના ગુડામાલાણી ગામના આરોપી જમારામ જેઠારામ પ્રજાપતિ, ઠાકરારામ ભેટારામજી પ્રજાપતિ, મોરબી સેન્ટમેરી સ્કૂલ પાછળ રહેતા સાગરભાઇ કાંતિભાઇ પલાણ અને નાની વાવડી ગામના રવિભાઇ જિતેન્દ્રભાઇ પાલાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

- text

વધુમાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ઝડપાયેલા ચારેય આરોપીઓની કબૂલાતના આધારે આ કેસમાં બનાસકાંઠાના શેરપુરા ગામના નરેશ મલાજી નાઇને ફરાર જાહેર કરી એલસીબી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવી રૂ.1.44 લાખનો વિદેશી દારૂ, રૂપિયા 5 લાખની કિંમતની ઇનોવા કાર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6.44 લાખનો મુદામાલ એ ડિવિઝન પોલીસને સોંપી આપી હતો.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા,પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ,ચંદુભાઇ કાણોતરા, શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, સતિષભાઇ કાંજીયા વગેરેએ કરી હતી.

- text