રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં કોરોના વેકસીનેશનની 100% કામગીરી

- text


તમામ વિદ્યાર્થીઓને બીજો ડોઝ અપાયો

મોરબી : મોરબીના રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં 100% વેકસીનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.શાળાના તમામ બાળકોને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય દ્વારા બાળકોના વાલીઓને વિદ્યાર્થીઓને રસી અપાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

- text

હાલ કોરોનાની ત્રીજી લહેર પીક પર છે.ત્યારે તેનાથી બચવા કોવિડ રસીકરણ એકમાત્ર ઇલાજ હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાની સૂચના તેમજ પ્રા.આ.કે.લાલપરના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાંસદડીયાના નિર્દેશનુસાર દીપકભાઈ વ્યાસ,દિલીપભાઈ દલસાનિયા,પિંકલબેન પરમાર દ્વારા આદર્શ નિવાસી શાળાના તમામ વિદ્યયાર્થીઓને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.શાળાના તમામ વિદ્યાર્થીઓને વેકસીનનો બીજો ડોઝ આપી રસીકરણની 100% કામગીરી કરવામાં આવી હતી.આદર્શ નિવાસી શાળાના આચાર્ય એસ.બી.બારૈયા અને કે.ડી.કાંજીયા તથા સ્ટાફ દ્વારા બાળકો અને તેમના વાલીઓને રસી લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને જરૂરી મદદ કરવામાં આવી હતી.

- text