હળવદમાં દારૂ – બિયર સાથે એક ઝડપાયો : એક ફરાર

- text


બિયરના 143 ડબલા અને દારૂની 19 બોટલ કબ્જે લેતી પોલીસ

હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે સરા રોડ ઉપર આવેલ તળાવના કાંઠેથી વિદેશી દારૂ અને બિયરના વિશાળ જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. જો કે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે સરા રોડ ઉપર આવેલ તળાવ પાસેથી હળવદ બસ સ્ટેન્ડ નજીક રહેતા નીતેષભાઈ લાલજીભાઈ મકવાણાના કબ્જામાંથી મેકડોવેલ્સ નંબર -1 વ્હીસ્કીની 19 બોટલ કિંમત રૂપિયા 7125 તેમજ કીંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-143 કિંમત રૂ.14,300 તથા ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂ.26425નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

પોલીસના હાથે ઝડપાયેલા આરોપી નિતેશે દારૂના આ જથ્થામાં રાણેકપરના મહેશ બચુભાઈ કોળીની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપી મહેશને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text