હળવદના ગોલાસણમાં જુગાર રમતા 11 ઝડપાયા

- text


ઘરના ફળિયામાં જામેલી જુગારની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી : રૂ.10,200 રોકડા જપ્ત

હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 11 શકુનીઓને રોકડા રૂપિયા 10, 200 સાથે ઝડપી લીધા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે આરોપી વિપુલભાઇ વિક્રમભાઇ જીંજરીયાના મકાનના ફળિયામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી વિપુલભાઇ વિક્રમભાઇ જીંજરીયા, મેરાભાઇ ઉર્ફે મેરો ચંદુભાઇ ખાંભડીયા, અશોકભાઇ મનુભાઇ ઉકેળીયા, કેશાભાઇ રામજીભાઇ સુરેલા, ભરતભાઇ હમીરભાઇ સુરેલા, રણજીતભાઇ જેરામભાઇ રાતૈયા, માનસીંગ ઉર્ફે પ્રવિણભાઇ મનુભાઇ સુરેલા, ધીરભાઇ વિરમભાઇ ખેર, સુખાભાઇ અમરશીભાઇ ખાંભડીયા, ભુપતભાઇ ઉર્ફે હકો અમરશીભાઇ ખાંભડીયા અને વિજયભાઇ હેમુભાઇ બહાપીયા નામના આરોપી તિનપતી રમતા ઝડપાઇ ગયા હતા.

- text

દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 10, 200 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text