મોરબી જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ કોરોનાથી દર્દીનું મોત

- text


 

  • આજે ટેસ્ટ ઘટતા માત્ર 33 કેસ જ નોંધાયા : એક્ટિવ કેસ ઘટીને 1101એ પહોંચ્યા

  • જિલ્લામાં 102 દર્દીઓ સાજા થયા : 30 કેસ મોરબી તાલુકાના, બાકીના ત્રણ ટંકારા-માળિયાના

મોરબી : મોરબી જિલ્લામાં આજે ઘણા લાંબા સમય બાદ કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. બીજી તરફ આજે રવિવારના કારણે ટેસ્ટ ઘટતા કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે કોરોનાના માત્ર 33 કેસ જ સામે આવ્યા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 864 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 33 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 102 દર્દીઓ રિકવર પણ થયા છે. બીજી તરફ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 1101 થયો છે.

- text

આ સાથે ઘણા લાંબા સમય બાદ કોરોનાના કારણે એક દર્દીનું મોત પણ થયું છે. હળવદ તાલુકા લના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી 78 વર્ષના પુરુષ જેઓને કોરોનાની સાથે બી.પી. (હાઇપર ટેન્શન), કિડનીની બીમારી, હદય રોગની તકલીફ, હદયની બાયપાસ સર્જરી, COPD (ફેફસાની લાંબા સમયની બીમારી)
જેવી ગંભીર બીમારી ઓ હતી. તેઓ માટે કોરોના ઘાતક નીવડ્યો છે.

30 જાન્યુઆરી, રવિવાર મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 08
મોરબી શહેર : 22
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 01
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 02
માળિયા શહેર : 00
કુલ : 33

30 જાન્યુઆરી, રવિવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 92
વાંકાનેર તાલુકા : 05
હળવદ તાલુકા : 01
ટંકારા તાલુકા : 01
માળિયા તાલુકા : 03
કુલ ડિસ્ચાર્જ : 102

- text