ધંધુકામાં થયેલ યુવકની હત્યાના આરોપીઓને કડક સજા આપવા હળવદના હિન્દુ સમાજની માંગ

- text


રામધૂન બોલીને રેલી કાઢ્યા બાદ મૌન પાળી મૃતકને શ્રદ્ધાંજલિ અપાઈ : વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળના બેનર હેઠળ મામલતદારને આવેદન પત્ર પાઠવાયું

હળવદ : ધંધુકા ખાતે તાજેતરમાં થયેલ કિશનભાઇ શીવાભાઇ બોળીયાની નિર્મમ હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને હળવદના હિન્દુ ધર્મના આગેવાનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળના બેનર હેઠળ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ શ્રીરામ ગૌશાળાથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યા બાદ રામ ધુન બોલીને મૌન પાળી મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તાજેતરમાં થયેલ કિશનભાઇ શીવાભાઈ બોળીયાની ધર્માંધ નાપાક તત્વો દ્વારા જે નિર્મમ હત્યા થઇ છે, તેને હળવદના સમસ્ત હિન્દુ સમાજ વખોડે છે અને આવી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા નાની-નાની બાબતોમાં ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે. તેને પણ હળવદનો હિન્દુ સમાજ વખોડે છે અને આ દુઃખદ ઘટનાને અંજામ આપનાર તેમજ આ ષડયંત્રની રચના કરનાર તમામ આરોપીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી અને આ કેસને ઝડપથી ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા ષડયંત્ર રચનાર એક પણ આરોપી છટકી ન જાય તેવી અપીલ કરાઈ છે.

- text

આ તકે વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સંયોજક ભાવેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ દોરાલા, કાર્તિકભાઈ ખત્રી, પિન્ટુભાઈ ભરવાડ, પાંચાભાઇ ભરવાડ, હિતેશભાઈ લોરીયા, જીગ્નેશભાઈ પટેલ, તપનભાઈ દવે, રતાભાઈ મીર, જાલાભાઈ મુંધવા, કાળુભાઇ સોરીયા, સંદિપભાઈ વાળા (બોળીયા), ગીરીશભાઈ પરમાર, મહેશભાઈ કોપેણીયા, વિજયભાઈ ગીંગોરા સહિત હિન્દુ સમાજના યુવાનો હાજર રહ્યા હતા.

- text