મોરબી શહેરી વિસ્તારની રેશનિંગની દુકાનોને તાલુકામાંથી અલગ કરવાના હુકમની અવહેલના

- text


અગાઉ સરકારે કરેલા હુકમનો અમલ ન થતા જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરાઈ

મોરબી : મોરબી શહેરી વિસ્તારની સસ્તા અનાજ એટલે કે રેશનિંગની દુકાનોને તાલુકામાંથી અલગ કરીને વિભાજન કરવાનો રાજ્ય સરકારે જે તે વખતે હુકમ કર્યો હોવા છતાં આ હુકમનું પાલન થયું નથી. તેવી ફરિયાદ સાથે જાગૃત નાગરિકે પુરવઠા અધિકારીને રજુઆત કરી રેશનિંગની દુકાનોને તાલુકામાંથી અલગ કરવાના સરકારના હુકમનું પાલન કરવાની માંગ ઉઠાવી છે.

- text

મોરબીના જાગૃત નાગરિક મેહુલભાઈ ગાંભવાએ જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 21 ડિસેમ્બર 2021ના રોજ મોરબી શહેરી વિસ્તારોમાં આવેલી રેશનિંગની દુકાનોને તાલુકામાંથી અલગ કરી વિભાજન કરવાનો આદેશ આપ્યો હતો. જે મુજબ મોરબી તાલુકામાં 102 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જેમાં મોરબી શહેરી વિસ્તારોમાં 37 અને ગ્રામ્ય વિસ્તારોમાં 65 રેશનિંગની દુકાનો કાર્યરત છે. આ દુકાનોનું મોરબી શહેર અને તાલુકાનું અલગ વિભાજન કરવાના સરકારના આદેશનું હજુ સુધી પાલન કરવામાં આવ્યું નથી. તેથી વહેલાસર સરકારના હુકમ મુજબ રેશનિંગની દુકાનોનું મોરબી શહેર અને તાલુકાનું અલગ વિભાજન કરવાની માંગ ઉઠાવી છે.

- text