મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો : 138 નવા કેસ નોંધાયા

- text


 

  • સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસ ઘટીને 1423એ પહોંચ્યા

  • જિલ્લામાં 252 દર્દીઓ સાજા થયા : 5 તાલુકાના મથકોમાં 73 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 65 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે કોરોનાના નવા 138 કેસ સામે આવ્યા છે. સારા સમાચાર પણ આવ્યા છે જિલ્લાના 252 દર્દીઓએ આજે કોરોનાને હરાવ્યો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1603 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 138 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 5 તાલુકા મથકોમાં 73 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 65 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક સતત ત્રીજા દિવસે ઘટીને 1423 થયો છે.

- text

28 જાન્યુઆરી, શુક્રવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 31
મોરબી શહેર : 68
વાંકાનેર ગ્રામ્ય : 12
વાંકાનેર શહેર : 05
હળવદ ગ્રામ્ય : 06
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 06
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 10
માળિયા શહેર : 00
કુલ : 138

28 જાન્યુઆરી, શુક્રવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 194
વાંકાનેર તાલુકા : 13
હળવદ તાલુકા : 08
ટંકારા તાલુકા : 28
માળિયા તાલુકા : 09
કુલ ડિસ્ચાર્જ : 252

- text