મોરબીના વનાળિયા ગામે પોલીસ ભરતીની લેખિત પરિક્ષા માટે વર્કશોપ યોજાયો

- text


મોરબી : મોરબીના વનાળિયા ગામે ઝાહેરવલી ટ્રસ્ટ અને સુમરા રીલીફ કમીટીના ઉપક્રમે પીએસઆઇ અને કોન્સ્ટેબલની પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરીને આવેલા સુમરા સમાજના મોરબી જિલ્લા વિદ્યાર્થીઓને આગળની લેખિત પરિક્ષામાં મુંઝવતા પ્રશ્નો અને પરીક્ષાની તૈયારીઓ વિશે માહિતી આપવા એક વર્કશોપનું આયોજન કરાયું હતું.

ઝાહેરવલી ટ્રસ્ટ અને સુમરા રીલીફ કમીટીના સયુંકત ઉપક્રમે વનાળિયાં ગામે નિવૃત્ત પોલીસ જવાનો અને હાલના પોલીસ કર્મચારીઓ દ્વારા સરકારીની કોરોના ગાઇડ લાઇનનું પાલન કરી સુમરા સમાજના તેજસ્વી તારલાઓએ ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી છે તેમને માર્ગદર્શન મળી રહે તે માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ તકે આવનારા દિવસોમાં દરેક વિદ્યાર્થીઓ સારા રેન્કથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

આ તકે સમાજ અગ્રણી વનાળિયા ગામના સરપંચ અંબુભાઇ, અબ્દુલભાઇ ઈજનેર, અલીભાઈ મુશાભાઇ લુઢર, અનવરભાઇ દાઉદભાઈ સુમરા, ઉસ્માનગની શેરસીયા, અલ્લારખા સીદિકભાઇ સુમરા, હાજીભાઇ, શૈલાબભાઇ, મહેબૂબ ભાઇ ઓસમાણભાઇ સુમરા, ફુટબોલ કોચ મુસ્તાક સુમરા, હસનભાઇ સુમરા સહિતના સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text