હળવદ પોલીસનો સપાટો : રેતીચોરી કરતા પાંચ ડમ્પર ઝડપી લીધા 

- text


નવનિયુક્ત પીઆઇ દ્વારા રેતમાફિયાઓને કડક સંદેશો : બ્રાહ્મણી નદીમાં રેતીચોરી ડામવા પગલાં

હળવદ: હળવદ તાલુકાના ટિકર ગામ નજીક બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરી લઇ જતાં પાંચ ડમ્પર સહિત ૧૫૦ટન રેતી મળી કુલ ૭૫ લાખથી વધુનો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી લેતા રેતી માફિયાઓ માં દોડધામ મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકમાં મુકાયેલ નવનિયુક્ત પી.આઈ કે. જે.માથુકિયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગત રાત્રીના હળવદ તાલુકાના ટીકર ગામ નજીક નર્મદા કેનાલ પાસે બ્રાહ્મણ નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરી લઇ જતા પાંચ ડમ્પરને ઝડપી લેવાયા છે.

- text

હાલ પોલીસ દ્વારા ૧૫૦ ટન રેતી, પાંચ ડમ્પર સહીત ૭૫ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

- text