વાંકાનેર નજીક નિર્માણાધીન રામધામ અંગે મોરબી સમસ્ત લોહાણા સમાજની બેઠક યોજાઈ

- text


આગામી ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા મુકામે રામ મહાયજ્ઞ યોજાશે

મોરબી : વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા મુકામે સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિબિંબ સમાન રામધામ નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે. ત્યારે આગામી ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન રામ મહાયજ્ઞ યોજાશે જે સંદર્ભે રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામા મોરબી લોહાણા મહાજન દ્વારા સમસ્ત લોહાણા સમાજની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી લોહાણા સમાજ દ્વારા રામધામના નિર્માણ કાર્યમા તન-મન-ધનથી સહયોગ આપવા કટીબધ્ધતા દર્શાવી હતી.

આગામી તા.૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા મુકામે નિર્માણાધિન રામ ધામ ખાતે પરમ પૂજ્ય હરીચરણદાસજી મહારાજના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રી રામ મહાયજ્ઞનુ આયોજન કરવામા આવેલ છે જેમા દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને પધારવા રામધામ કમિટી દ્વારા આમંત્રણ પાઠવવા મા આવ્યુ છે. આ તકે વાકાંનેર લોહાણા સમાજના અગ્રણી અને રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, મહેશભાઈ રાજવીર, બટુકભાઈ બુધ્ધદેવ, રાજકોટ લોહાણા સમાજ અગ્રણી શ્રી પ્રતાપભાઈ કોટક, અશોકભાઈ મીરાણી, ભીખાભાઈ પાવની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી.

- text

આ બેઠકમાં મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નવિનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, મહેશભાઈ રાજા, જીતુભાઈ રાજવીર, મુકુંદભાઈ મીરાણી, જગદીશભાઈ કોટક, મોરબી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અધ્યક્ષ હસુભાઈ પુજારા, જીતુભાઈ પુજારા, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, દેવેન્દ્રભાઈ હીરાણી,રઘુવંશી સમાજ મોરબી ના અગ્રણી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ સેતા, જલારામ સેવા મંડળ- મોરબીના અગ્રણી પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, અનિલ ભાઈ ગોવાણી, જીતુભાઈ કોટક, ભાવીનભાઈ ઘેલાણી, અમિતભાઈ પોપટ, રઘુવંશી યુવક મંડળ-મોરબીના પ્રમુખ સુનિલભાઈ ચંદારાણા, ડેનિશભાઈ કાનાબાર, રોનકભાઈ કારીયા, યોગેશભાઈ માણેક, સમસ્ત પોપટ પરિવાર મોરબીના અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ, સી.પી. પોપટ, શૈલેષ ભાઈ પોપટ, રાજકીય અગ્રણી હર્ષદભાઈ હીરાણી, અજયભાઈ કોટક, દીનેશભાઈ ભોજાણી, લોહાણા મહાજન મોરબીના કન્વીનર નિર્મિત કક્કડ જલારામ મંદિર મહીલા મંડળના અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text