મોરબીના પીપળી રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈકચાલકનું મોત

- text


 

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીનો પીપળી રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય, અકસ્માત ઝોન બની ગયો છે. જેમાં આજે વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. આજે નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ રાજપરા ઉ.વ. 46 રહે. મહેન્દ્રનગર બાઈક લઈને જતા હતા. ત્યારે ડમ્પરચાલકે તેમને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text