મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 76 કેસ

- text


 

ગ્રામ્ય કક્ષાએ પણ વધતું સંક્રમણ : જિલ્લામાં 26 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે નવા 76 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 28 કેસ નોંધાયા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ જિલ્લામાં આજે 26 દર્દીઓ સાજા પણ થયા છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 1439 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 76 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં 28 કેસ, મોરબી ગ્રામ્યમાં 26, વાંકાનેર શહેરમાં 5, વાંકાનેર ગ્રામ્યમાં 2 કેસ, હળવદ ગ્રામ્યમાં 4, ટંકારા ગ્રામ્યમાં 6 કેસ અને માળિયા ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.

- text

વધુમાં આજે મોરબી જિલ્લામાં કુલ 26 દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી 23, ટંકારા તાલુકામાંથી 2 અને માળિયા તાલુકામાંથી 1 દર્દી સાજા થયા છે.

કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 7104 કેસ નોંધાયા છે. આજ દિવસ સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6332 છે. હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 431 છે.

- text