તા. 15મીથી વાંકાનેર-મોરબી વચ્ચે બે ડેમુ સ્પેશિયલ ટ્રેનો દોડશે

- text


મોરબી : આગામી તા. 15 જાન્યુઆરીથી વાંકાનેર-મોરબી વચ્ચે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ 15 જાન્યુઆરી, 2022થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જે મુજબ ટ્રેન નંબર 09562 મોરબી – વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 06.45 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે.

- text

જયારે ટ્રેન નંબર 09441 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ સવારે 07.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 07.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન મકનસર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમ અભિનવ જેફ (સિનિયર ડીસીએમ, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિજન)ની યાદીમાં જણાવાયું છે.

- text