એ….ગઈ….મોરબીમાં મકર સંક્રાંતિ માહોલ જામ્યો : પતંગ-દોરીનું 4 કરોડનું માર્કેટ

- text


કાગળની પતંગમાં ડબલ અને દોરીના ભાવમાં 25 ટકાનો ભાવવધારો થતા પતંગ રસિકોના ખિસ્સાને બોજ

મોરબી : મોરબીમાં અત્યારથી જ મકર સંક્રાંતિ માહોલ જામ્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં સ્કૂલો બંધ હોવાથી બાળકોને પંતગ ચગાવવાની મોજ પડી ગઈ છે. આથી પતંગ બજારોમાં પતંગ અને દોરી ધૂમ ખરીદી થઈ રહી છે. આ વખતે પતંગ-દોરીનું 4 કરોડનું માર્કેટ રહેવાનો અંદાજ છે. જ્યારે કાગળની પતંગમાં ડબલ અને દોરીમાં 25 ટકાનો ભાવવધારો થયો છે.

મોરબીમાં ઉત્તરાયણ નિમિતે જ્યાં જુઓ ત્યાં પંતગ-દોરીઓ પુષ્કળ માત્રામાં જોવા મળી રહી છે. ઠેરઠેર પતંગ-દોરીનું વેચાણ થઈ રહ્યું છે. બાળકો ઘરે હોવાથી અત્યારથી પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે. આથી પતંગ-દોરીની ખરીદીમાં જબરી ડિમાન્ડ નીકળી છે. કોરોના કાળના પાછલા બે વર્ષની સરખામણીએ આ ઉત્તરાયણમાં પતંગ-દોરીની વધુ સારી ખરીદી થાય તેવી વેપારીઓને આશા છે . હાલ તો બાળકો જ પતંગ ચગાવે છે. પણ ઉત્તરાયણમાં અબાલવૃદ્ધ સહિત સો કોઈ પતંગ ચગાવવાના હોવાથી આ વર્ષે પતંગ અને દોરીની પુષ્કળ ખરીદી થાય તેવી આશા છે. મકરસંક્રાંતિમાં બહાર ફરવા જવાનું ઘણું ઓછું હોય આમેય હાલ કોરોના કાળમાં દરેક લોકો ઘરે જ રહેવાના હોય પણ આગશીએ પેચ લડાવવામાં કોઈ પાંબધી ન હોવાથી દરેક લોકો મન મુકીને ક્રાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરશે.

પતંગના વેપારી દિપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, હાલ પતંગ ચગાવવામાં બાળકોમાં અનેરો ઉત્સાહ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી બાળકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. હાલ બજારમાં બે રૂપિયાથી માંડીને બસ્સો રૂપિયા સુધીની પંતગ મળે છે. મોદી, વિક્રમ રાઠોડ, બાહુબલી, મોટુ પતલું, ઝાલર, રોકેટ અને આ વખતે ખાસ ફેમસ ફિલ્મ પુષ્પાના પોસ્ટરવાળી પતંગો હોટ ફેવરિટ છે. જ્યારે દોરી એટલે ફીરકીઓ રૂ.50 માંડીને રૂ.2 હજારના ભાવે મળે છે. દોરીના ભાવમાં 25 થી 30નો ભાવવધારો થયો છે.જ્યારે કાગળની પતંગમાં ડબલગણો ભાવવધારો થયો છે. જો કે પ્લાસ્ટિકની પંતગના ભાવમાં કશો જ ફરક પડ્યો નથી.મોરબી 400 થી વધુ વેપારીઓ પતંગ-દોરીનો વેપાર કરે છે અને આ વખતે પતંગ-દોરીનું અંદાજે 4 કરોડનું માર્કેટ રહેવાની આશા છે.

- text

છેલ્લા કેટલાક વર્ષોથી દોરીને માજો પાવાનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. અગાઉ યુવાનો કે બાળકો બજારમાંથી માત્ર દોરીની જ ખરીદી કરતા અને આ દોરીને જાતે જ કાંચ, સાબુદાણા, કલરથી મિક્સ કરીને માજો પાઈને મજબૂત બનાવતા પણ સમય જતાં હવે લોકો પાસે બે ઘડીનો પણ ટાઈમ ન હોય અને ઉપરથી બજારમાં તૈયાર ફીરકી મળતી હોય લોકો માંજો પાવાનું ટાળે છે અને હાલ લોકો બજારમાંથી તૈયાર દોરીની જ ખરીદી કરે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text