ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને નાઈટ કર્ફ્યુ દરમિયાન સ્ટેશન પર જવાની છૂટ

- text


મોરબી : માન્ય ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને રાત્રિ કર્ફ્યુ દરમિયાન સ્ટેશન પર જવાની છૂટ આપવામાં આવી છે.

હાલમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થતાં ગુજરાત સરકાર દ્વારા રાત્રે 10 વાગ્યાથી સવારના 06 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જો કે આદેશ મુજબ નાઇટ કર્ફ્યુ દરમિયાન માન્ય ટિકિટ ઘરાવતા રેલ્વે મુસાફરોને સ્ટેશન પર જવાની છૂટ છે.

- text

રેલવે તંત્ર મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતર રાખવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા મુસાફરોને વિનંતી કરે છે. સ્ટેશન પર બિનજરૂરી ભીડ ન કરવા અને પર્યાપ્ત અંતર જાળવી રાખવા અભિનવ જેફ (વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, પશ્ચિમ રેલવે, રાજકોટ મંડળ)ની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text