સાધુ સમાજની ત્રણેય પેટા જ્ઞાતિઓમા એકતા માટે ત્રિ પાંખ સાધુ સમાજની રચના

- text


મોરબી ત્રિ પાંખ હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી

મોરબી : સાધુ સમાજમાં રામાનંદી, અતીત અને માર્ગી એમ ત્રણેય પેટા જ્ઞાતિઓ હવે એક છત્ર નીચે આવી છે. મોરબીમાં ત્રણેય પેટા જ્ઞાતિઓના સંયુક્ત ત્રિ – પાંખ સાધુ સમાજના સંગઠનની રચના કરવામાં આવી છે.

મોરબીના શંકર આશ્રમની બાજુમાં આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરમાં મોરબી ત્રિ પાંખ સાધુ સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મોરબી ત્રિ પાંખ સાધુ સમાજના હોદ્દેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરાઈ હતી.

ત્રિ પાંખ સાધુ સમાજ દ્વારા મળેલી આ મિટિંગમાં મોરબી ત્રિ પાંખ સાધુ સમાજના પ્રમુખ તરીકે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ (સુખરામ બાપુ)ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે દુધરેજીયા ચિરાગભાઈ દિનકરભાઈ, મહામંત્રી તરીકે ગોસ્વામી હેમાંગગીરી રાજેશગીરી, ખજાનચી તરીકે સરપદડીયા હાર્દિક દિલીપભાઈ, સહ ખજાનચી તરીકે તેજસગીરી મગન ગીરી ગોસ્વામી, સલાહકાર તરીકે વૈષ્ણવ મનીષભાઈ જીવરામદાસ તથા નિમાવત દિનેશભાઈ સુખરામભાઈ તથા ગોસ્વામી હંસગીરી ઓધડગીરીની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.

આ મિટિંગમાં રામાનંદી સાધુ સમાજ, અતિત સમાજ અને માર્ગી સાધુ સમાજે સંયુક્ત મળી ત્રિ પાંખ સાધુ સમાજની રચના કરી હતી. આ મિટિંગમાં ત્રિ પાંખ સાધુ સમાજના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોદ્દેદારોની વરણી કરી હતી. અને મીટીંગ પૂર્ણ થયે મંદિર તરફથી પ્રસાદનું આયોજન કરેલ જેનો સૌ કોઈએ લાભ લીધો હતો. તમામ મહેમાનોનો આભાર મંત્રી ગુલાબગીરી ગોસ્વામીએ વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text