નવલખી ફાટકે સાગર 21 બોટલ સાથે ઝડપાયો

- text


કચ્છથી આઈ ટવેન્ટીમાં વિદેશી દારૂની ખેપ મારવી મોંઘી પડી

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નવલખી ફાટકેથી કચ્છના બુટલેગર પાસેથી વિદેશી દારૂની બોટલો લઈને આઈ ટવેન્ટી કારમાં આવતા સાગર નામના શખ્સને 21 બોટલ દારૂ સાથે ઝડપી લઈ કાર સહિત રૂપિયા 1,06,300નો મુદ્દામાલ કબ્જે કરી કચ્છના બુટલેગરને ફરાર જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડીવિઝન પોલીસ ટીમે ગઈકાલે નવલખી ફાટક નજીક શંકાસ્પદ આઈ ટવેન્ટી કારને અટકાવી તલાશી લેતા નવલખી રોડ સેન્ટમેરી સ્કુલની પાછળ જલારામ એપાર્ટમેન્ટ ફ્લેટમાં રહેતા સાગરભાઇ કાંતીભાઇ પલાણ, ઉ.૩૦ના કબજા વાળી કારમાંથી જુદી જુદી બ્રાન્ડની 21 બોટલ વિદેશીદારૂ કિંમત રૂપિયા 6300 મળી આવ્યો હતો.

- text

વધુમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સાગરે દારૂનો આ જથ્થો સામખિયારી કચ્છના ભાવેશ બાવાજી પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે હુન્ડાઇ કંપનીની આઇ-20 કાર રજી.નં- જી.જે.-3-ડીએન-8667 કિંમત રૂપિયા 1 લાખ અને રૂ.6300નો દારૂ મળી કુલ 1,06,300નો મુદ્દામાલ કબ્જે કરી સાગર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજન કાર્યવાહી કરી કચ્છ સામખિયારીના ભાવેશ બાવજીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text