જિલ્લા પંચાયતના હોદેદારો અને રાજ્યમંત્રીએ જેતપર રોડના કામની સરપ્રાઈઝ વિઝીટ કરી મટિરિયલના નમૂના લીધા

- text


મોરબી : મોરબી જિલ્લામાં અત્યાર સુધી તકલાદી કામો કરનાર કોન્ટ્રાક્ટરોના દિવસો ભરાઈ ગયા હોય તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અને રાજ્યમંત્રીએ જેતપર રોડ ઉપર ચાલતા કામની સરપ્રાઈઝ વિઝીટ કરી મટિરિયલના નમૂના લઈ નબળી ગુણવતા માલુમ પડયે જવાબદાર ઈજનેર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલા ભરવા ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી હતી.

મોરબી તાલુકાના જેતપુર મચ્છુથી રાપર સુધીના નવા મંજૂર કરાયેલ રસ્તાના ડામર કામની ચાલી રહેલ કામગીરીની મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લેતા સ્થળ ઉપર મજૂરો દ્વારા થઈ રહેલ કામગીરીને નિહાળી હતી.જેમાં નક્કી કરેલ પ્રમાણ મુજબ સિમેન્ટ વાપરવાની હોય તેમાં કચાસ દેખાતા સ્થળ પરથી જ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી. આ નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે જે કોઈપણ એજન્સી હોય નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મટીરીયલને ક્વોલિટી કન્ટ્રોલમાં મોકલવા માટે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા કોથળીમાં મટીરીયલ સાથે ગુણવત્તાની ચકાસણી માટે મોકલવા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને સ્પષ્ટ સૂચના આપી હતી અને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે અને આ નબળી ગુણવત્તાના મટીરીયલ સબબ એજન્સી અને કામના સુપરવિઝન કરતાં અધિક મદદનીશ ઇજનેરોને અયોગ્ય ઠેરવવા સુચના આપી હતી.

વધુમાં મોરબી જિલ્લામાં આ એકમાત્ર રસ્તાનું નહિ પણ મોરબી માળીયામાં જ્યાં પણ આવા રસ્તાના કામો ચાલુ છે, ત્યાં ક્યાંય પણ આ પ્રકારની મટિરિયલની કચાસ ચલાવી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કહ્યુ હતું. આમ સ્થળ પર જ પદાધિકારીઓની ઓચિંતી મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text