મોરબીની પી. જી. પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વેક્સીનેસન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં NSS UNIT, પી.જી.પટેલ કોલેજ-મોરબી તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના સયુંકત ઉપક્રમે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજરોજ ૧૫ થી ૧૮ વર્ષના વિધાર્થીઓ માટે વેક્સીનેસન કેમ્પ યોજાયો હતો.

કેમ્પની શરૂઆત પરંપરાગત રીતે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.ગોકુલનગર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા, લાયન મેમ્બર ડો.જયેશ પટેલ, અને મોરબી જીલ્લા NSS કો-ઓર્ડીનેટર વનીતાબેન કગથરાના વરદ હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યું હતુ.

ઉપરોક્ત કેમ્પમાં કોલેજના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને હોશભેર વેક્સીનેસન કરાવ્યું હતું. કેમ્પનું સુચારુ આયોજન ગોકુલનગર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમિયાન Covid-19ની માર્ગદર્શિકાનુ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

 

- text