મોરબી જિલ્લામાં કોરોના સામે સુરક્ષા માટે પ્રિકોશનરી ડોઝ આપવાનું શરૂ

- text


બે દિવસમાં 9600થી વધુ લોકોને કોરોના વેકસીનનો બુસ્ટર ડોઝ આપવાનો આરોગ્ય વિભાગનો દાવો

મોરબી : કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય એમ હમણાંથી વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાની લડાઈમાં વધુ સુરક્ષિત કરવા માટે કોરોના વેક્સીનના બે ડોઝ પૂર્ણ કરનાર હેલ્થ કેર, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 60 ઉંમરના લોકોને ત્રીજો એટલે કે પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ બીજા ડોઝને 9 મહિના પૂર્ણ કરનાર 9600 લોકોને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું કે જે જે સાઇટ ઉપર વેકસીનેશન ચાલુ હોય તે જ સ્થળે કોરોના વેક્સીનના બે ડોઝ પૂર્ણ કરનાર હેલ્થ કેર, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 60 ઉંમરના લોકોને ત્રીજો એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારે સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ તેમજ જિલ્લા આરોગ્ય સ્ટાફના લોકોએ આ ત્રીજો ડોઝ લીધો હતો અને જિલ્લા પંચાયત કચેરી તેમજ એસપી કચેરીમાં સ્ટાફને પણ ત્રીજો ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસમાં 9657 લોકોને પ્રિકોશન ડોઝ આપી દેવાશે.

15થી 18 વર્ષના 36000 જેટલા તરુણોનું વેકસીનેશન

આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું કે, શાળાઓમાં વિદ્યાર્થીઓનું જે વેકસીનેશન ચાલી રહ્યું છે તેમાં 15 થી 18 વર્ષના 36 હજાર તરુણોને વેક્સીન અપાઈ ચુકી છે. શાળાએ ન જતા હોય તેવા બાળકોનો રાઉન્ડ પણ ચાલુ છે. પ્રથમ ડોઝનો કુલ ટાર્ગેટ 8.60 હતો એમાંથી 8.86 લાખની કામગીરી પૂર્ણ થઈ છે. એમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે સેકન્ડ ડોઝમાં કુલ 6.80 લાખના ટાર્ગેટ સામે 6.13 લાખ જેવી કામગીરી થતા કુલ જિલ્લામાં 90 ટકા જેવી વેકસીનેશનની કામગીરી પૂર્ણ થઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text