મોરબીનો જાજરમાન કેસરબાગ ફરી ખંડેર થવાની કગાર પર

- text


વર્ષ 2017માં બાગને રીનોવેટ કર્યા બાદ યોગ્ય રીતે માવજત જ ન કરાતા બાગની અગાઉ જેવી જ હાલત થઈ ગઈ
હીંચકા અને લપસીયા જોખમી બનતા બાળકોને આનંદને બદલે હાથ-પગ ભાગવાની સજા

મોરબી : મોરબીનો રાજશાહી વખતનો અને જાજરમાન તેમજ લોકોને હરવા ફરવા માટે એકમાત્ર સારો કહી શકાય તેવો કેસરબાગ પણ હવે અગાઉની જેમ ખંડેર થવાની કગાર પર પહોંચી ગયો છે.વર્ષ 2017માં બાગને રીનોવેટ કર્યા બાદ યોગ્ય રીતે માવજત જ ન કરાતા બાગની અગાઉ જેવી જ હાલત થઈ ગઈ છે. હીંચકા અને લપસીયા જોખમી બનતા બાળકોને આનંદને બદલે હાથ-પગ ભાગવાની સજા મળે તેવી કપરી હાલત છે.

મોરબીના સામાકાંઠે આવેલા કેસરબાગની હાલત હવે પહેલા જેવી જ થઈ ગઈ છે. અગાઉ આ બાગ ખંઢેરમાં ફેરવાયેલો હતો. જેમાં તે સમયે ઉકરડાને પણ સારો કહેવડાવે તેવી આ બાગની હાલત હતી. જો કે વર્ષો બાદ વર્ષ 2017માં નગરપાલિકાની સંવેદના જાગી અને આ બાગને લાખોના ખર્ચે નંદનવન જેવો બનાવ્યો હતો.બાગમાં હીંચકા, લપસીયા, વ્યવસ્થિત લોન, વૃક્ષો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી. પણ કાળક્રમે આ સુવિધાઓનું તંત્ર યોગ્ય રીતે જતન ન કરી શક્યું, માત્ર સુવિધા આપી દેવાથી તંત્રની જવાબદારી પુરી થતી નથી. એ સુવિધાનો કેવો ઉપયોગ થાય છે તેમજ સુવિધાઓની સમયાંતરે માવજત અને નવી સુવિધાઓ આપવાની પણ તંત્રની જવાબદારી હોય છે.

પણ તંત્ર આ જવાબદારી ચૂક્યું હતું. કેસરબાગમાં જે સુવિધાઓ લાંબો સમય ચાલે એમ હતી તેની માવજત ન થતા હવે જોખમી સાબિત થઈ છે જેમાં વિવિધ પ્રકારના હીંચકા, લપસીયા તેમજ રમત ગમતના સાધનો એટલી હદે ટૂંકાગાળામાં જોખમી બન્યા છે કે બાળકોને એમા આનંદ નહીં પણ હાથ પગ ભાંગવાની સજા મળે છે. આ રમત ગમતના સાધનો જોખમી થતા હવે બાગમાં આવતા વાલીઓ પોતાના બાળકોની સલામતી ખાતર તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. સાથોસાથ તંત્ર એની જાળવણી ન કરી શક્યાનો બળાપો પણ ઠાલવે છે. આ એકમાત્ર સારો કહી શકાય તેવો બાગ પણ હવે ભૂતકાળની જેમ ખંડેર બની રહ્યો છે. તેથી વહેલીતકે તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text