મોરબીમાં પીએસઆઇને ધાક ધમકી આપવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

- text


મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન પોલીસ બંદોબસ્તમાં રહેલા પીએસઆઇ તથા સ્ટાફ સાથે ઉદ્ધતભર્યું વર્તન કરી ધાક ધમકી આપવાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુક્યો છે.

મોરબીના ગેડા સર્કલ પાસે 29 માર્ચ 2020ના રોજ લોકડાઉન દરમિયાન બંદોબસ્તમાં રહેલા પીએસઆઇ એન.એ.શુક્લ સહિતના પોલીસ સ્ટાફે ત્યાંથી એક્ટિવા લઈને નીકળેલા આરોપી શામજીભાઈ ભીખાભાઈ પરમારને અટકાવીને પૂછપરછ કરી હતી.એ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ પીએસઆઇ તેમજ પોલીસ સાથે ઉદ્ધતભર્યું વર્તન કરી ધાક ધમકી આપી હતી.આથી પોલીસે આરોપી સામે આ અંગે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતા વકીલ પી.ડી.માનસેતાની કાયદાકીય દલીલોના આધારે કોર્ટે આરોપીને ગત તા 4 જાન્યુઆરીએ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ પી.ડી. માનસેતા રોકાયેલ હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text