મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખે પ્રજ્ઞાચક્ષુઓને ભાવતા ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો

- text


શહેર યુવા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા

મોરબી : મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ ગરચર એ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનની મુલાકાત લઇ પ્રજ્ઞાચક્ષુ લોકોને ભોજન કરાવ્યું તથા સવારે ગાયમાતાનું પૂજન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ ગરચર દ્વારા તેમના જન્મદિવસ નિમિતે એક નવી પહેલ કરવામાં આવી હતી.અજયભાઈ દ્વારા શહેર યુવા ભાજપની પૂરી ટીમ અને એમના મિત્રો સાથે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનની મુલાકાત લેવામાં આવી હતી અને 160 કે તેથી વધુ પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવામાં આવ્યું હતું. ગ્રુપના ઘણા સભ્યોએ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનની પ્રથમ વખત મુલાકાત લીધી હતી.ઘણા સભ્યો આ મુલાકાત દરમિયાન ભાવુક થઈ ગયા હતા.પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનના સંચાલક હાતિમભાઈએ પૂરી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.અજયભાઈની આ પહેલ દ્વારા ગ્રુપના ઘણા સભ્યોને સેવાની પ્રેરણા મળી હતી. અજયભાઈએ એમના નવા વર્ષની શરુઆત સવારે ગાયમાતાની પૂજા કરીને આશીર્વાદ લીધા હતા.

આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ,મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક,યોગીરાજસિંહ જાડેજા,ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા,જયેશભાઈ ડાભી,રાહુલભાઇ હુંબલ,મંત્રી વિરલભાઈ ખાખરિયા,મનીષભાઈ બોરીચા,કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી,આઇટી ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા,જયેશભાઈ જીલારિયા તથા તેમના મિત્રો વગેરે હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text