મિતાણા-પડધરી રોડ રીપેર કરવાની માંગ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ મિતાણા-પડધરી રોડ રીપેર કરવાની વિનંતી જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં કરવામાં આવી છે.

હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ રજુઆતમાં જણાવ્યું છે કે મિતાણા-પડધરી રોડની હાલત દયનીય છે. રસ્તાઓ ખાડા અને કાટમાળથી ભરેલા છે. વરસાદની મોસમમાં પૂરના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોડની આ હાલત કેટલાક અકસ્માતો માટે પણ જવાબદાર છે. આથી, આ સમસ્યાને ધ્યાને લઇ તાકીદે ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text