મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે દબાણ હટાવવા કલેક્ટરને આવેદન અપાયું

- text


હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

મોરબી : મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક દરગાહના નામે દિવસે – દિવસે ગેરકાયદે દબાણ વધવા લાગતા આ હટાવવા અંગે આજે હેરિટેજ બચાવો સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

હેરિટેજ બચાવ સમિતિના નેજા હેઠળ કાજલ હિન્દુસ્તાની અને કમલ દવે સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી ખાતે ૧૦૦ વર્ષથી પણ વધારે સમય જૂનું હેરીટેઝ સ્મારક મણી મંદિર આવેલ છે. ગુજરાતના ઐતીહાસિક અદભુત સ્મારકની ઓળખાણ ધરાવતું આ ઐતીહાસીક અદભુત સ્મારક મોરબી તથા ગુજરાતનું ગૌરવ છે. મણીમંદિર હાલ મોરબી સ્ટેટના રાજ માતને વર્ષ ૨૦૦૧ માં ધરતી કંપ આવેલ ત્યારે સમાર કામ અને જાળવણી માટે સરકારે હેન્ડઓવર કરી આપ્યું છે.

ઐતિહાસીક સ્મારકની માલીકી આજે પણ સરકારની છે. પરંતુ મણીમંદિરની બાજુમાં ખુબ જ નાની દરગાહ વગર પરવાનગીએ સ્થાનીક લોકોએ બનાવેલ હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી આ દરગાહના નામે ખુબ જ મોટા સ્કેલમાં ૨ થી ૩ ફલોરમાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરેલ છે. અને આજે પણ આ બાંધકામનું કામ ચાલુ છે. સ્થાનીક પ્રસાસનને આ ગેરકાયદેસર બાંધકામ અટકાવા માટે ખુબ જ રજુઆતો પણ કરેલ છે. પરંતુ અધીકારીઓ તરફથી કોઈ જ પગલા લેવામાં આવેલ નથી. અને કામ ચાલુ છે.

વધુમાં ઐતિહાસીક સ્મારકના કમ્પાઉન્ડમાં અને સ્મારકની દિવાલથી દિવાલ ગેરકાયદેસર બનાવેલ હોય તાત્કાલીક ધોરણે હટાવવામાં આવે અને ત્યાં તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણ ને દુર કરવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text