મોરબી વરિયા પ્રજાપતિ બોર્ડિંગના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- text


હેમ સિરામીક દ્વારા વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

મોરબી : હેમ સિરામીક દ્વારા વરિયા પ્રજાપતિ બોર્ડિંગના લાભાર્થે વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

વરિયા પ્રજાપતિ બોર્ડિંગના લાભાર્થે મોરબીમાં હેમ સિરામીક દ્વારા વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન આગામી તા.9ને રવિવારે પરશુરામ પોટરી,મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટના ઉદ્દધાટનમાં હરિભાઈ મોતીભાઈ વારનેશીયા,ગોકળભાઈ અણદાભાઈ ભોરણીયા ઉપસ્થિત રહેશે.આ ટુર્નામેન્ટની તમામ ટ્રોફી સ્વ.મોહનભાઈ મોતીભાઈ વારનેશીયા,સ્વ.નવનીતભાઈ મોહનભાઈ વારનેશીયા,પ્રવિણભાઈ મોહનભાઈ વારનેશીયા,જેન્તીભાઈ મોહનભાઈ વારનેશીયા,ઈશ્વરભાઈ મોહનભાઈ વારનેશીયા દાતાઓ દ્વારા આપવામાં આવશે.આ ઉપરાંત ભોજન સમારંભ 12 કલાકે,વરિયા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક પ્રજાપતિ યુવા ગ્રુપ મોરબીએ લોકોને યુવાઓનો ઉત્સાહ વધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text