ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ચોથી વખત ગોલ્ડ મેળવતા લોકરક્ષક ભૂમિકાબેનનું સન્માન

- text


અત્યાર સુધીમાં 22 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ સાથે મહિલા કોન્સ્ટેબલની અદ્વિતીય સિદ્ધિ
મંજિલ ઉન્હી કો મિલતી હૈ જીન કે હોસલો મેં જાન હોતી હૈ : ભૂમિકાબેન ભૂત

મોરબી : રાજ્યની સૌથી મોટી અને મહત્વની ગરવા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં છેલ્લા વર્ષોથી મોરબીનું નામ અવ્વલ નંબરે ગુજતું રહ્યું છે. જેનો સંપૂર્ણ યશ મોરબીના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતને જાય છે. ભૂમિકાબેને પોલીસની સતત દોડધામભરી ફરજનિષ્ઠાની સાથે ચોથી ગરવા ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મેદાન મારીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા ભુમિકાબેન ભુતે 37મી ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૨માં સીનીયર બહેનોના વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મુળ વતન મોરબી તાલુકાના ચાંચાપર ગામના વતની ભુમિકાબેન દુર્લભજીભાઇ ભુત વર્ષ ૨૦૧૭માં મોરબી જિલ્લા પોલીસમાં લોકરક્ષક તરીકે જોડાયા બાદ તેઓ હાલ મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવે છે. તેઓએ વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધી કુલ ૨૫ જેટલી એથ્લેટીકસ ઇવેન્ટની અલગ અલગ કક્ષાઓની સ્પર્ધાઓમાં ભાગ લઇ તમામ ઇવેન્ટસમાં ઉત્તમ પ્રદર્શન કરી મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

ભૂમિકાબેનને અત્યાર સુધીમાં રર-ગોલ્ડ મેડલ, ૦૨ સીલ્વર મેડલ તેમજ ૦૧ બ્રોન્ઝ મેડલ મળ્યા છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર અને વહિવટી તંત્ર જુનાગઢ દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વર્ષ-૨૦૨૨માં ભુમિકાબેને સીનીયર બહેનોના વિભાગમાં ૪૧.૨૮ મીનીટમાં ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં યોજાયેલ ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૩૮.૨૧ મીનીટમાં રેકોર્ડ સાથે પૂર્ણ કરેલ હતી. જુનાગઢ ખાતે યોજાતી રાષ્ટ્રીય, રાજય કક્ષાની ગીરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધામાં છેલ્લા ચાર વર્ષથી પ્રથમ નંબર લઇ ગોલ્ડ મેડલ મેળવી મોરબી જિલ્લાનું તેમજ મોરબી પોલીસ પરિવારનું ગૌરવ વધારેલ છે. તે બદલ એસપી એસ.આર.ઓડેદરાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text