સમગ્ર મોરબી જિલ્લામાં ઝરમરીયો છતાં સરકારી ચોપડે વરસાદ જ નહિ !

- text


 

ગતરાત્રિથી ઝરમર – ઝરમર કમોસમી વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખવા છતાં સરકારી ચોપડે વરસાદની નોંધ ન થતા આશ્ચર્ય

મોરબી : ગઈકાલે રાત્રિથી મોરબી જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો જે ગુરુવારે બપોરે બાર વાગ્યા સુધી ચાલુ રહેવા છતાં મોરબી જિલ્લામાં સરકારે ચોપડે વરસાદ જ નહીં નોંધાતા આશ્ચર્ય સર્જાયું છે.

- text

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ બુધવારે સાંજના સમયે મોરબી જિલ્લામાં અનેક જગ્યાએ છાંટા વરસ્યા હતા અને બુધવારે મોડીરાત્રીના સમયે હળવદ, ટંકારા અને મોરબી તેમજ માળિયામાં ઝરમરીયો વરસાદ વરસ્યો હતો અને સવાર સુધીમાં વાંકાનેર સહિત પાંચેય તાલુકામાં ઝરમર વરસાદે રસ્તા ઉપર પાણી વહાવી દીધા હતા.

બીજી તરફ મોરબી જિલ્લામાં દિવસ દરમિયાન કેટલો વરસાદ વરસ્યો તે અંગે ફ્લડ કંટ્રોલરૂમનો સતાવાર સંપર્ક સાધવામાં આવતા સરકારી ચોપડા કોરા કાટ હોવાનું અને મોરબી સહિત એકપણ તાલુકામાં વરસાદ વરસવા અંગે નોંધ જ ન હોવાનું સરકારી બાબુઓએ જણાવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

- text