હળવદમાં હડકાયા કૂતરાએ વિદ્યાર્થીને બચકાં ભર્યા

- text


રસીનો અભાવ યથાવત : બાળકને ઇન્જેક્શન માટે મોરબી લઈ જવો પડ્યો

હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો બાળક સવારે સ્કૂલે જતો હતો તે વેળાએ હડકાયા કૂતરાએ બચકા ભરતા સ્કૂલે ભણવા જવાને બદલે હોસ્પિટલે જવાની વેળા આવી હતી. જોકે હળવદ સરકારી હોસ્પિટલમાં રસીના હોવાથી મોરબી સુધી લાંબુ થવું પડ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા 11 વર્ષનો વિરૂ ઠાકોર નામનો બાળક સવારે શાળાએ જઈ રહ્યો હતો તે વેળાએ હડકાયા કૂતરાએ બચકા ભરતા તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અને હડકવા વિરોધી રસી માટે મોરબી સુધી જવું પડ્યું હતું. કારણકે હળવદ સરકારી હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી છે જ નહીં અને ક્યારે આવશે એ પણ કોઈને ખબર ન હોય લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.

- text