ડે સ્પેશ્યલ : નેપોલિયનના સૈનિકો અંધારામાં વાંચી શકે, તે માટે વિકસાવેલી લિપિના આધારે બ્રેઈલ લિપિની શોધ થયેલી

- text


4 જાન્યુઆરી : આજે વર્લ્ડ બ્રેઇલ ડે, બ્રેઈલ લિપિનાં શોધક લૂઈ બ્રેઈલનો જન્મદિવસ

અંધજનો નોર્મલ વ્યકતિઓની જેમ પુસ્તકો વાંચી શકે નહિં પરંતુ તેમની ગંધ પારખવાની, અવાજની દિશા પારખવાની અને સ્પર્શ કરીને વસ્તુઓ ઓળખવાની શક્તિ અદ્ભુત હોય છે. ઘણી અંધ વ્યક્તિઓ ચલણી સિક્કા અને નોટોને કદ ઉપરથી ઓળખી શકે છે. એટલે જ ભાનુપ્રસાદ પંડ્યા પોતાની કવિતામાં કહે છે કે,

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ, પણ કલરવની દુનિયા અમારી!

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના, અનુભવની દુનિયા અમારી!

આજે બ્રેઈલ લિપિનાં શોધક લૂઈ બ્રેઈલનો જન્મદિવસ છે. જેને વર્લ્ડ બ્રેઇલ ડે તરીકે ઓળખવામાં આવે છે. લૂઈ બ્રેઈલનો જન્મ વર્ષ 1809માં 4 જાન્યુઆરીના રોજ તથા અવસાન ઈ.સ. 1852માં થયું હતું.

અંધજનો વાંચી શકે તેવી લિપિને બ્રેઈલ કહે છે. જેમાં કાગળ ઉપર ઉપસાવેલા ટપકાંની પેટર્ન વડે અક્ષરો બનેલા હોય છે. બ્રેઈલ લિપિની શોધ લૂઈ બ્રેઈલ નામના અંધજને જ કરેલી. ઈ.સ. 1829માં તેણે અક્ષરો અને સંગીતના નોટેશન માટે બ્રેઈલ લિપિ બનાવેલી. બ્રેઈલ લિપિ કાગળ ઉપર ચાર ટપકાં ઉપસાવીને બને છે. અંધજનો આંગળીના ટેરવાથી સ્પર્શ કરીને ચાર ટપકાંની પેટર્ન ઓળખીને શબ્દ વાંચે છે.

- text

બ્રેઈલ લિપિની શોધ ચાર્લ્સ બાર્બીયર નામના કારીગરે વિકસાવેલી નાઈટ રાઈટીંગના આધારે થઈ હતી. નેપોલિયનના સૈનિકો રાત્રે અંધારામાં પણ કાગળ વાંચી શકે તે માટે આ લિપિ વિકસાવાઈ હતી. તેની શોધમાં ખામી હતી. જેને બ્રેઈલે સુધારી આપી અને નવી લિપિ બનાવી.

ઉલ્લેખનીય છે કે આધુનિક બ્રેઈલ લિપિ 6 ટપકાંના સમૂહની પેટર્ન છે. બ્રેઈલ લિપિ માટે ટાઈપરાઈટર પણ વિકસ્યા છે. આજે કમ્પ્યુટર યુગમાં ઘણા સોફ્ટવેર દ્વારા બ્રેઈલ લીપીમાં ટાઈપ થઈ શકે છે અને પ્રિન્ટ પણ નીકળી શકે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text