માળીયાના વિરવિદરકા ગામે જુગાર રમતા છ ઝડપાયા

- text


પોલીસે ખેતરના શેઢે ટોર્ચના અજવાળે જુગાર રમતા આરોપીઓ પાસેથી 54,100નો મુદ્દામાલ જપ્ત કર્યો

માળીયા : માળીયા પોલીસે બાતમીને આધારે તાલુકાના વિરવિદરકા ગામની સીમમાં ખેતરના શેઢે ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રૂ.54 હજાર રોકડા અને રૂ.100ની કિંમતની બે ટોર્ચ કબ્જે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના વિરવિદરકા ગામની સીમમાં ખેતરના શેઢે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ગોવિંદસંગ દાદુભા ગઢવી, ક્રુપાલસંગ ગંભીરસંગ ગઢવી, ઈકબાલભાઇ ગનીભાઇ પાયક, સુરેશભાઇ ઠાકરશીભાઇ શંખેસરીયા, દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન અને રફીકભાઇ ગફુરભાઇ સંધવાણીને રોકડા રૂપિયા 54,000 સાથે ઝડપી લઇ રૂપિયા 100ની કિંમતની બે ટોર્ચ પણ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text