મોરબીની વધુ એક શાળામાં કોરોનાની એન્ટ્રી : 6 વિદ્યાર્થીઓ સહિત કુલ 24 પોઝિટીવ

- text


 

મોરબી શહેરમાં 12 અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 12 અને મોરબી ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. શહેરની નાલંદામાં વધુ 4 વિદ્યાર્થીઓ અને નવયુગમાં વધુ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. આ સાથે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 24 કેસ નોંધાયા છે. જેમાંથી 6 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવેલ છે. નાલંદા વિધાલયમાં 4, નવયુગ વિધાલયમાં 1 અને વિનય ઇન્ટર નેશનલ સ્કૂલ – 1 કેસ સામે આવ્યો છે.

- text

બીજી તરફ જિલ્લામાં આજે નવા આવેલા કુલ કેસો જોઈએ તો મોરબી શહેરમાં 12, મોરબી ગ્રામ્યમાં 10, હળવદ ગ્રામ્યમાં 1, ટંકારા ગ્રામ્યમાં 1 મળી કુલ 24 કેસ નોંધાયા છે.

આજે મોરબીની વધુ એક સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા એક અઠવાડિયા માટે સ્ફુલ બંધ કરવામાં આવી છે.

- text