મોરબીના ઉદ્યોગપતિઓને લઈને કહેવાતા કલ્કી અવતારે કરી હાસ્યાસ્પદ ભવિષ્યવાણી

- text


ગાંડાઓને બાંધવા દોરડા ખૂટી પડશે… કલ્કી અવતાર કોપાયમાન થયો હોય ઉદ્યોગપતિઓને સીતારામના જાપ કરવા સલાહ !! વિડીયો વાયરલ

મોરબી : મોરબી મોરબી જિલ્લાના વતની અને અગાઉ અનેક વખત વિવાદમાં સપડાયેલા અને પોતાની જાતને ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કી તરીકે ઓળખાવતા સિંચાઇ વિભાગના પૂર્વ કર્મચારી રમેશચંદ્ર ફેફરે આ વખતે મોરબીના ઉદ્યોગપતિઓને ઝપટે લઈ ભવિષ્યવાણી કરી છે. કહેવાતા કલ્કી અવતારે આગામી 2022ની દિવાળીએ મોરબીના તમામ ઉદ્યોગપતિઓ પાગલ બની જશે અને ન્યુયોર્ક દિલ્હીમાં જેમ કોરોના સમયે હોસ્પિટલમાં લાઈનો લાગતી તેવી લાઈનો લગાવી પાગલો માટે લાગશે અને પાગલોને બાંધવા દોરડા ખૂટી પડશે તેવી હાસ્યાસ્પદ ભવિષ્યવાણી કરી છે. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં પોતાની જાતને કલ્કી આવતાર તરીકે ઓળખાવતા મુળ મોરબી જિલ્લાના વતની રમેશચંદ્ર ફેફરનો રમૂજ સભર વિડીયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં કહેવાતા કલ્કી અવતાર કહે છે કે 2022ની દિવાળીએ મોરબીમાં એટલા લોકો – ઉદ્યોગપતિઓ પાગલ ફરતા હશે કે હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટવાની છે. જે રીતે કોરોનામાં દિલ્હી અને ન્યુયોર્કમાં લોકો હોસ્પિટલમાં દાખલ થવા લાઈનમાં ઉભા રહેતા એવી રીતે જ મોરબીના ઉદ્યોગપતિઓ ગાંડાની હોસ્પિટલમાં દાખલ થવા માટે ઉભા રહેશે અને ગાંડાઓને બાંધવા માટે દોરડા પણ ખૂટી પડશે.

- text

એકાવન સેકન્ડના આ વાયરલ થયેલા વીડિયોમાં કલ્કી અવતાર રમેશચંદ્ર ફેફર વધુમાં કહે છે કે કાલચક્રનું ભયાનક પરિવર્તન કલ્કી અવતાર આગામી એક કે દોઢ વર્ષમાં કરનાર છે એટલે ચેતીને, સમજીને ચાલજો, સીતારામના જાપ કરજો. લોભ, મોહથી મુક્ત રહેજો અને મુક્ત થાજો અને કારખાના બંધ કરવાની તૈયારી રાખજો.

ઉલ્લેખનીય છે કે પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર માનનાર રમેશચંદ્ર એચ. ફેફર પૂર્વ અધિક્ષક ઇજનેર છે અને હાલમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર વસવાટ કરે છે. આ અગાઉ પોતાના 16 લાખના બાકી પગાર જો સરકાર નહિ ચૂકવે તો દુષ્કાળ પડશે તેવો શ્રાપ આપવાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈ અનેક મહાનુભાવોને અનાપ શનાપ શ્રાપો આ મહાનુભાવ આપી ચુક્યા છે ત્યારે હવે મોરબીના ઉદ્યોગપતિઓને નિશાન ઉપર લઈ હાસ્યાસ્પદ રમૂજ સભર વિડીયો વહેતો કરતા આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text