ટંકારા – લતિપર હાઇવે ઉપર હિટ એન્ડ રન : સ્વીફ્ટ કાર ચાલકે વૃદ્ધને પરલોક પહોંચાડ્યા

- text


ટંકારા : ટંકારા લતિપર હાઇવે ઉપર ગઈકાલે ઓટળા નજીક બજાજ 80 મોટર સાયકલ લઈને જઈ રહેલા ટીમ્બડી ગામના વૃદ્ધને સ્વીફ્ટ કારના ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી નાસી છૂટતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા હિટ એન્ડ રનની આ ઘટનામાં મૃતકના પુત્રની ફરિયાદને આધારે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.

હિટ એન્ડ રનના આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં જોડિયા તાલુકાના ટીમ્બડી ગામે રહેતા ઉપેન્દ્રસિંહ સવુભા જાડેજાએ સ્વીફ્ટ કાર નંબર GJ-23- H- 2687ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉપેન્દ્રસિંહના પિતાજી પોતાનું બજાજ 80 રજીસ્ટર નંબર GJ- 03- HH- 0520 લઈને જતા હતા ત્યારે ઓટાળા નજીક સત્યાર્થ પોલીપેકના કારખાનાની સામે સ્વીફટ કાર નંબર GJ-23- H-2687ના ચાલકે બે ફિકરાઈથી પુર ઝડપે કાર ચલાવી સવુભા હઠુભા જાડેજા ઉવ.58ના મોટર સાયકલને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ અકસ્માત સર્જ્યા બાદ આરોપી સ્વીફ્ટ કારનો ચાલક નાસી છૂટ્યો હોય ફરિયાદી ઉપેન્દ્રસિંહ દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ નંબરના આધારે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text