મોરબીમાં 14 હજાર વિદ્યાર્થીઓને વેક્સીન આપવાનું શરૂ

- text


જિલ્લાના 235 સેન્ટરોમાં તરુણોના વેકસીનેશન અભિયાનનો પ્રારંભ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત મુજબ આજથી મોરબી શહેર જિલ્લામાં 15થી18 વર્ષના તરૂણો – યુવાનોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે 235 શાળાના 14000 વિદ્યાર્થીઓને કોરોના કવચ આપવાનો લક્ષ્યાંક રખાયો છે અને આવનારા સાત દિવસમાં જિલ્લાના 41 હજાર જેટલા તમામ તરૂણોને રસીકરણ કરવા નક્કી કરાયું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે તા.3 જાન્યુઆરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરાત મુજબ 15થી18 વર્ષના તરૂણો અને યુવાનોને કોરોના રસીકરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે શહેર અને જિલ્લાની કુલ મળી 235 શાળાઓના 14 હજાર તરૂણો અને યુવાનોને જે તે શાળા સંકુલમાં જ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના 235 સેન્ટરોમાં તરુણોના વેકસીનેશન અભિયાનનો પ્રારંભ થયો છે.

મોરબી જિલ્લામાં 15થી18 વર્ષની વયજુથમાં કુલ 41 હજારથી વધુ તરૂણો અને યુવાનોનો સમાવેશ થાય છે. જે બાબતને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા જુદી – જુદી શાળા અને કોલેજોમાં વેકસીનેશન કેમ્પ યોજી આગામી સાત દિવસમાં જ સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન સાથે કોરોના વેકસીન આપી તરૂણો અને યુવકોને કોરોના સામે સુરક્ષાચક્ર અપાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text