પંચવટી (ખીરઈ)ને ગ્રામ પંચાયત આપવા બદલ રાજ્યમંત્રીનું ઉમળકાભેર સન્માન

- text


 

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના પંચવટી (ખીરઈ) ગામે ગુજરાત રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સત્કાર સમારંભ યોજાયો હતો.

2001મા ભૂકંપ પછી ખીરઈમાંથી અલગ થઇ નવા બનેલા પંચવટી ગામને પોતાની એક અલગ ગ્રામ પંચાયત મળે અને ગામના વિકાસકાર્યને વેગ મળે તેવી ગ્રામજનોની માંગણી હતી. આ અલગ પંચાયત કરવાનુ કામ થોડુ કઠીન અને વધુ સમય લાગે તેવુ હતુ પરંતુ પંચવટી ગામલોકોની લાગણી અને માંગણીને માન આપી મંત્રી બ્રીજેશભાઇ મેરજા એ ગામના આગેવાનો સાથે મળી આ કઠીન કામ બહુ ટુકા ગાળા પુર્ણ કરી બતાવેલ હતું. આ કાર્ય પુર્ણ કરવા બદલ તેમજ ગામના પ્રશ્નોને વાચા આપવા બદલ પંચવટી ગામના સૌ ગ્રામજનોએ મંત્રી બ્રિજેશભાઇનુ ઢોલનગારા અને સામૈયા સાથે ખુબ જ ઉમળકાભેર સ્વાગત કરેલ અને તેમનો જાહેરમા આભાર વ્યક્ત કરવા સત્કાર સમારંભનુ આયોજન કરેલ હતું.

- text

આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા દ્વારા લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી અને લોકહિતના કાર્ય કરતા રહેવાની ખાતરી આપી અને ગ્રામવિકાસના કાર્યોને લઇને ગામલોકોના કોઇપણ પ્રશ્નો માટે તેમની કચેરીના દ્વાર હંમેશા ખુલ્લા હતા અને રહેશે તેમ જણાવેલ હતું. આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, તાલુકા ભાજપના પ્રમુખ મણીલાલ સરડવા સાથે સુભાષભાઈ પડસુંબિયા, જયોતિસિંહ જાડેજા તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. નવી ગ્રામ પંચાયત લાવવા માટે સતત મહેનત કરનાર નિલેશભાઈ સંઘાણી અને હર્ષદભાઈ કાચરોલાનું પણ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ દલસાણીયા અને યુવા ટીમ દ્વારા ખુબ મહેનત કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે આભાર પ્રવચનમા શૈલેષભાઈ સાણજા દ્વારા સર્વેનું પ્રદર્શન કરવામાં આવ્યું અને સર્વ ગ્રામજનોએ સાથે ભોજન લીધું હતું.

- text