રાજકોટ માટે વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોન્ફરન્સમાં ઓરેવાના સુપ્રીમો જયસુખભાઈ પટેલ આપશે હાજરી

- text


રણસરોવરના સ્વપ્નદ્રસ્ટા જયસુખભાઇ પટેલના વોટર રિસોર્સ અંગેના અનુભવનો નિચોડ રાજકોટ માટે બનશે મદદરૂપ

મોરબી : ઓરેવાના સુપ્રીમો અને રણસરોવર પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા જયસુખભાઈ પટેલ રાજકોટમાં 9મીએ યોજાનાર વોટર રીસોર્સ ડેવલપમેન્ટ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાના છે. જેથી તેઓનો વોટર રિસોર્સ અંગેના અનુભવનો નિચોડ હવે રાજકોટ માટે ખાસ મદદરૂપ બનવાનો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 9 જાન્યુઆરીના રોજ કાલાવડ રોડ ઉપર આવેલ રેજેન્ટા આરપીજે ખાતે વોટર રિસોર્સ ડેવલોપમેન્ટ એન્ડ સસ્ટેઇનબિલિટી કોંફરન્સ યોજવામાં આવનાર છે. આ કોન્ફરન્સમાં રાજકોટ શહેરમાં પાણીની સુવિધા વધુ સઘન બનાવવા માટેના સૂચનો નિષ્ણાંતો પાસેથી લઈને તેના આધારે જરૂરી નિર્ણયો લેવામાં આવનાર છે. મહાપાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગ માંકડ દ્વારા આ કોન્ફરન્સમાં હાજરી આપી સૂચનો આપવા માટે ઓરેવાના સુપ્રીમો જયસુખભાઈ પટેલને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે.

એશીયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર બને તેવું સ્વપ્ન સેવી આ સ્વપ્નને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા મોરબીના ઓરેવા ગ્રુપના સુપ્રીમો દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરાયા છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે પણ સમર્થન આપી આગળ ધપાવવા કાર્યવાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પીવાના પાણીનો કાયમી ઉકેલ આપતા આ પ્રોજેક્ટ માટે જયસુખભાઈ પટેલે વર્ષો સુધી અથાગ મહેનતથી સંશોધન કર્યા છે. તેઓ વોટર રિસોર્સ ક્ષેત્રે સારો એવો અનુભવ ધરાવતા હોય તેઓના અનુભવના નિચોડનો લાભ રાજકોટ મહાપાલિકાને પણ મળવાનો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text