ટંકારાના હડમતિયાના યુવાને રાજ્યમાં ડંકો વગાડ્યો : GPSC ઉત્તીર્ણ કરી કલાસ વન કેમિસ્ટ બન્યો

- text


મિસ્ત્રિકામ કરી જીવન નિર્વાહ કરતા પરિવારના યુવાનની અનેરી સિદ્ધિ

ટંકારા : ગાંધીનગર ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કમિશ્નરની કચેરીમાં કેમિસ્ટ વર્ગ-૧ની લેવાયેલ જીપીએસસી પરીક્ષામાં મેરીટમાં પ્રથમ આવી ટંકારા તાલુકાના હડમતીયા ગામના સામાન્ય પરિવારના યુવાને ડંકો વગાડી કલાસ વન અધિકારી બનતા હડમતિયા ગામ તથા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ટંકારા તાલુકાના મુળ વતન હડમતિયા ગામના નિવાસી હાલ સુરતમાં મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા મુકુંદભાઈ અમૃતલાલ રામાવતના પુત્ર મિલન મુકુંદભાઈ રામાવત GPSC કલાસ-૧ અધિકારીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. તાજેતરમાં જ લેવાયેલી GPSC ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કમિશ્નરની કચેરીમાં કેમિસ્ટ વર્ગ-૧ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં મેરીટમાં પ્રથમ આવતા ગાંધીનગર ખાણ ખનીજ કમિશ્નરની કચેરી ખાતે સિલેક્ટ થયો હતો.મિલન GPSC કલાસ-૧ અધિકારીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા હડમતિયા ગામમાં તેમજ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text