કડીમાં ખાતે યોજાયેલ કિશાન સંઘના અધિવેશનમાં જોડાતા મોરબીના ખેડૂતો

- text


મોરબી : ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશનું 12મુ ત્રિદિવસીય અધિવેશન કડી ખાતે યોજાયુ હતું જેમાં મોરબી જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખેડૂત હિતને લગતા અનેક ઠરાવ કરાયા હતા.

ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશનું 12મુ ત્રિદિવસીય અધિવેશન કડી ખાતે યોજાયુ હતું.જેમાં ગુજરાતભર માંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મોરબી જિલ્લામાંથી કિશાન સંઘની ટીમ તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ અધિવેશનમાં મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

અધિવેશનમા કિસાન સંઘ દ્વારા જમીન રીસર્વેમાં ગોટાળા થયેલા હોય તે બાબત યોગ્ય નિર્ણય કરવો,અગાઉના જે પાકવિમાનો પ્રશ્ન છે તે હલ કરી પકવિમો ચૂકવવો,વીજ મીટર દૂર કરી ફિક્સ ચાર્જ અમલી બનાવવો, સમગ્ર ગુજરાતમાં ઝડપથી કિસાનોને દિવસે વીજળી પુરી પડાવી, સમગ્ર ગુજરાતમાં સિંચાઈ માટે પાણીની સુવિધા પુરી પાડવી તથા નર્મદાનું પાણી કચ્છને પિયત માટે મળી રહે તે માટે વ્યવસ્થા કરવા અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ઉપરાંત અધિવેશનમાં ભારતીય કિશાન સંઘની નવી ગુજરાત પ્રદેશ કાર્યકારીણીની રચના પણ કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text