મોરબીમાં ઇલેક્ટ્રિક કામ કરતા યુવાનનું ત્રીજા માળેથી પટકાતા મોત

- text


ઇલેક્ટ્રિક કામ કરતી વખતે ઝુલો તૂટી પડતા યુવાને જીવ ગુમાવ્યો

મોરબી : મોરબીની સરકારી હોસ્પિટલ નજીક ખાનગી કોન્ટ્રાકટરના ચાલુ કામ દરમિયાન ત્રીજા માળે ઝુલામાં બેસી ઇલેક્ટ્રિક કામ કરતા યુવાનનું ઝુલાનો રસ્સો તૂટતા નીચે પટકાતા મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સરકારી હોસ્પિટલ નજીક સુર્યા ડેવલપર્સના નવા થતા બાંધકામમા ત્રીજા માળે જુલામા બેસી પંચાસર રોડ ઉપર રહેતો ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી, ઉ.વ.૧૯ નામનો યુવાન કામ કરતો હતો ત્યારે ઝુલાનો રસ્સો તૂટતા યુવાન નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text