મોરબી – હળવદ હાઇવે ઉપર એસટીની વોલ્વો બસ પ્રૌઢને ઉલાળી નાસી ગઈ : પ્રૌઢનું મોત

- text


ચરડવા નજીક વોલ્વો ચાલકે મોટર સાયકલને સામેથી હડફેટે લઈ અકસ્માત સર્જ્યો

હળવદ : મોરબી – હળવદ હાઇવે ઉપર ગઈકાલે બપોરે એસટીની વોલ્વો બસ ડબલ સવારી મોટર સાયકલને ઊલાળી અકસ્માત સર્જતા પ્રૌઢનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ વોલ્વો ચાલક નાસી છુટતા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે ગોપાલનગર ચરાડવા ખાતે રહેતા બાબુભાઇ ઉર્ફે ગણેશભાઇ અમરશીભાઇ ચૌહાણ અને નિલેશભાઇ પ્રભુભાઇ લખતરીયા મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે સામેથી આવતી એસટીની વોલ્વો બસ નંબર જી.જે.07-વાય ઝેડ 6539ના ચાલકે જોરદાર ટક્કર મારતા બાબુભાઇ ઉર્ફે ગણેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું અને નિલેશભાઇ લખતરીયાને ઇજાઓ પહોંચી હતી.

- text

આ અકસ્માતની ઘટના અંગે મૃતક બાબુભાઇના પુત્ર અશ્વિનભાઇ બાબુભાઇ ચૌહાણે હળવદ પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા એસટી વોલ્વો બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text