વાંકાનેરના પાજ ગામમાં સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ : ચીઠ્ઠીથી વિજેતા જાહેર

- text


બન્ને ઉમેદવારોને 340 – 340 મત મળતા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચીઠ્ઠી નંખાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાજ ગામના સરપંચ પદના બે ઉમેદવારોને એક સમાન મત મળતા ટાઈ સર્જાયા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચીઠ્ઠી નાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

વાંકાનેર તાલુકામાં આજે મતગણતરી દરમિયાન પાજ ગામના સરપંચ પદના ઉમેદવાર ઇસ્માઇલભાઈ સિપાઈ અને ઉસમાનભાઈ શેરસિયાને 340 – 340 મત મળતા મતગણતરી કરતા ચૂંટણી સ્ટાફ મૂંઝવણમાં મુકાયો હતો. જો કે બાદમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારોના નામ સાથેની ચીઠ્ઠી નાખવામાં આવતા ઉસમાનભાઈ શેરસિયા વિજેતા જાહેર થયા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text