લાયન્સ કલબ અને ચિત્રાહનુમાન ધુનમંડળ દ્વારા સરવડની ગૌશાળાના લાભાર્થે અનુદાન

- text


માળીયા (મી.) : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ગૌમાતાની સેવાના પ્રોજેક્ટ અંતર્ગત ખોળ અને સૂકાચારા માટે અનુદાન આપવામાં આવ્યું હતું.

સરવડમાં આવેલ નાગબાઈમાં ગૌશાળા મુકામે અબોલપશુ ગૌમાતાની સેવાના ભાવ સાથે તેમને પૌષ્ટિક આહાર મળે તે માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખોળ અને સૂકાચારા માટે અનુદાન આપવામાં આવ્યું હતું. આ અનુદાનમાં પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લાેરિયા, પ્રોજેક્ટ ચેરમેન ચંદુભાઈ કડીવાર તથા લાયન્સ પ્રેસિડેન્ટ ટી. સી. ફુલતરિયા હાજર રહેલા અને ગૌમાતાને ચારો નીરી આશીર્વાદ મેળવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text