મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે મતદારો જોગ જાહેરનામું પ્રસિદ્ધ

- text


મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી સંબંધિત પ્રસિદ્ધ થયેલ જાહેરનામાં મુજબ મતદારો મત આપવા માટે કરેલ વ્યવસ્થા મુજબ શ્રેણીમાં ઉભા રહેવા અને ક્રમ અનુસાર દાખલ થઇ મત આપી તુરંત જ વિસ્તાર છોડી દેવા જણાવેલ છે.

મોરબી જિલ્‍લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી સંબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૧૯ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્‍યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે.જે સ્‍થળોએ મતદાન થનાર છે. તે મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્‍તારોમાં અડચણ થતી અટકાવવા તથા વ્‍યવસ્‍થા જાળવવા મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એન.કે.મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે.

- text

જાહેરનામા અનુસારે ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્‍થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવા અને જો સ્‍ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવા અને લાઇન મુજબ પોતાના ક્રમ અનુસાર એક પછી એક દાખલ થવા અને મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્‍તાર છોડી તુરત જ ચાલ્‍યા જવા જણાવેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text