આરોપીને પકડી પાસા હેઠળ કાર્યવાહી કરો પછી જ યાર્ડ ખુલશે : વેપારી મંડળ

- text


હળવદ માર્કેટ યાર્ડ ખંડણીખોરના વિરોધમાં આજથી અચોક્કસ મુદ્દત માટે બંધ

હળવદ: હળવદ માર્કેટ યાર્ડના વેપારીને ડરાવી ધમકાવી ખંડણી માંગવાના બનાવનાર ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગઈકાલે વેપારીઓએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી આરોપીને ઝડપી લઈ તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે આજથી માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓને ધમકાવી ખંડણી માંગનાર શખ્સ સામે પોલીસ દાખલારૂપ કામગીરી કરી ઝડપી લઇ પાસા હેઠળ કાર્યવાહી કરે તેવી માંગ સાથે હળવદ માર્કેટયાર્ડના વેપારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે જેના કારણે પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. આજે હળવદ પોલીસ અને વેપારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી પરંતુ આ બેઠક બાદ પણ કોઈ નિર્ણય આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.

હાલ તો હળવદ માર્કેટિંગ યાર્ડ અને અન્ય વેપારીઓ આરોપીને પકડો, પાસા હેઠળ કાર્યવાહી કરો તેવી માંગને લઇ અડગ જોવા મળી રહ્યા છે જેથી આવતા દિવસોમાં આ બનાવ વધુ ઉગ્ર બને તેવું હાલ તો લાગી રહ્યું છે

- text

જ્યારે બીજીતરફ આ બનાવને લઈ હળવદ વેપારી મહામંડળ પણ યાર્ડના વેપારીઓ સાથે હોવાનું પ્રમુખ દ્વારા જણાવાયું છે વધુમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવતા દિવસોમાં આ લડતને વધુ મજબૂત બનાવવા હળવદના દરેક વેપારીઓ એક થઈ હળવદમાં બીજી વખત કોઈ આવી ઘટના ન બને તે માટે જે પણ કરવાનું થતું હશે તે સાથે મળી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text