રાજકોટનો રવિ મોરબીમાં દેશી દારૂ ઠાલવે તે પૂર્વે પકડાયો

- text


ટંકારા પોલીસે લજાઈ ચોકડી નજીકથી અતુલ શક્તિ રીક્ષામાં 450 લીટર દારૂ પકડ્યો : મોરબીના રોહિત અને રાજકોટના સુમિતનું નામ ખુલ્યું

ટંકારા : મોરબી જિલ્લામાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાંથી બેફામપણે દેશીદારૂ ઠાલવાઇ રહ્યો છે ત્યારે ગઈકાલે ટંકારા પોલીસે રાજકોટથી 450 લીટર દેશી દારૂ લઈને મોરબી ડિલિવરી કરવા જતાં રવિ નામના શખ્સને ઝડપી લઈ અતુલ શક્તિ રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી મોરબીના અને રાજકોટના શખ્સોના નામ ખોલાવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે બાતમીને આધારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક વોચ ગોઠવી રાજકોટ ચુનારવાડ શેરી નંબર 1 માં રહેતા રવિ સંજયભાઈ સોલંકી નામના શખ્સને 450 લીટર દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે દબોચી લીધો હતો.

- text

વધુમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દેશી દારૂનો આ જથ્થો રાજકોટના સુમિત ઓડ નામના શખ્સે મોરબીના રોહિત બાવાજી નામના શખ્સને પહોંચાડવા કહ્યું હોય ટંકારા પોલીસે બન્ને આરોપીને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી રવિ સોલંકીની અટકાયત કરી અતુલ શક્તી રીક્ષા રજી નંબર-GJ-1-CY-5869 કિંમત રૂપિયા 25,000 તેમજ દેશી દારૂ લીટર 450 કિમત રૂ.9000 કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text