હળવદના ટિકર રણની સગીરાનું અપહરણ

- text


ટિકર ગામનો જ શખ્સ લલચાવી ફોસલાવી ઉઠાવી જતા પોલીસ ફરિયાદ

હળવદ: હળવદ તાલુકાના ટીકર રણ ગામે રહેતી ૧૩ વર્ષીય સગીરાને ગામનો જ યુવાન લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર રણ ગામે રહેતી ૧૩ વર્ષીય સગીરાને ગામમાં જ રહેતો વિજયભાઈ મોદજીભાઈ કોળી નામનો યુવાન લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપી વિજય વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઇ એ.એ જાડેજા ચલાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text