ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાંથી હળવદના ખેડૂતોને પાણી આપવા માંગ

- text


કેનાલની યોગ્ય સફાઈ કરી પાણી છોડવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત

હળવદ : હળવદ પંથકમાં હાલ ખેડૂતો રવિપાકનું વાવેતર કરી રહ્યા છે. આથી રવિપાક માટે પાણીની સખત જરૂરિયાત ઉભી થઇ છે. આથી ખેડૂતો વતી અગ્રણીએ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાંથી હળવદના ખેડૂતોને પાણી આપવા માંગ સાથે કેનાલની યોગ્ય સફાઈ બાદ પાણી છોડવાની મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના સભ્ય નયન દેત્રોજાએ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રીને રજુઆત કરી હતી કે, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલ ડી-17 હળવદ તાલુકામાંથી પસાર થાય છે.ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલ ડી-17 માઇનોર કેનાલ અહીં આવેલ છે. જો કે સરકાર લાખોનો ખર્ચ કરી કેનલનું પાણી ખેડૂતો સુધી પહોંચે તે માટે તનતોડ પ્રયાસ કરે છે. પણ હકીકતમાં કેનલનું પાણી ખેડૂતો સુધી પહોંચતું નથી. હળવદની આ માઇનોર કેનાલ તૈયાર છે. તેમ છતાં પાણી છોડવવામાં આવેલ ન હોવાથી હાલ અણીના સમયે ખેડૂતો સિંચાઈનો લાભ લઇ શકતા નથી.આથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે કેનાલની સાફ સફાઈ કરી પાણી છોડવાની તેઓએ માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text