હળવદમા આધેડની હત્યા કરનાર શખ્સને કાલાવાડથી ઝડપી લેતી એલસીબી

- text


એક માસ પૂર્વે નિદ્રાધીન આધેડની હત્યા કરી આરોપી થયો હતો ફરાર

હળવદ : હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં એક મહિના પૂર્વે નિદ્રાધીન આધેડની હત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીને એલસીબી ટીમે જામનગર જિલ્લાના કાલાવડ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ વેગડવાવ રોડ ઉપર ભવાનીનગર ઢોળો વિસ્તારમાં રહેતા જેમાભાઈ રૂપાભાઈ નંદેસરિયા ઉ.55 નામના આધેડની તા. 14 નવેમ્બરના રોજ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવતા આ મામલે મૃતકના પિતરાઈ ભાઈએ હળવદ પોલીસ મથકમાં પાડોશમાં રહેતા વનરાજભાઈ ચતુરભાઈ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ આરોપી નાસી છૂટ્યો હોય પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text

દરમિયાન એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે હળવદના આધેડની હત્યા કરનાર આરોપી વનરાજ ચતુરભાઇ કોળી રહે. હાલ ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં હળવદ જિ. મોરબી. મુળ રહે સુરેન્દ્રનગર વાળો હાલે જામનગર જીલ્લાના કાલાવાડ વાડી વિસ્તારમાં રહે છે. જેને પગલે મોરબી એલસીબી ટીમે કાલાવાડ ખાતે તપાસ કરતા આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુરભાઇ તલાસીયા મળી આવતા અટકાયતમાં લઈ હળવદ પોલીસને સોંપી આપ્યો હતો.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, HC ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, PC દશરથસિંહ પરમાર તથા ભરતભાઇ જીલરીયા વગેરેએ કરી હતી.

- text